મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સેવાકાર્ય દ્વારા દરદી નારાયણ ને સહારો અપાયો
News Jamnagar February 05, 2024
સેવાકાર્ય દ્વારા દરદી નારાયણ ને સહારો અપાયો
*હડિયાણા ગામ ખાતે સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી સ્વ.જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જામનગર દ્વારા વિનામૂલ્ય જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલ*
જામનગર (નયના દવે)
સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી સ્વ.જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા જોડીયા તાલુકાના હડિયાણા ગામ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જમનભાઈ સોજીત્રા અને વિજયભાઈના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તારીખ ૦૪/૦૨/૨૦૨૪ રવિવારના રોજ બપોરે 2 કલાકે હડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિના મુલ્ય ગ્રામજનો માટે જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દ્વારકેશ ICU & ટ્રોમાં સેન્ટરમાંથી ડો.મોહિત સાંગાણી (MD DNB MEDICINE) અને શ્રી કેશવ વુમન્સ હોસ્પિટલ ડો.સેમ્યુઅલ પનારા (MS ગાયનેક) સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા લાભાર્થીઓનું ચેકઅપ કરી દવાઓ આપવામાં આવી હતી. જનરલ ચેકઅપ સાથો સાથ લાભાર્થીઓના BP, ડાયાબિટીસ અને વજન પણ માપવામાં આવ્યા હતા.
ગામડાના લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ અને દવાઓનો વિના મુલ્યે લાભ મળે તેવા હેતુથી ગ્રામજનો માટે આ જનરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પેટ, કમર, પગ, ઘુટણ, વાંસો, હાથ તેમજ શરીરના સ્નાયુના દુ:ખાવા, શરદી, ઉધરસ,ઝાળા, તાવ, B.P, ડાયાબીટીસ,શ્વાસ ચડવો,ગેસ,ચામડીના રોગ, ગર્ભધારણ કરવામાં સમસ્યા, માસિકની અનિયમિતતા,માસિક ધર્મસમયે દુખાવો, ગર્ભવા અવસ્થા દરમ્યાન પડતી મુશ્કેલીઓ વગેરે સમસ્યાઓ અને બીનારીઓના કુલ 82 દર્દીઓ દ્વારા ડોકટરી તપાસની સેવાઓ અને દવાઓનો લાભ લેવામાં આવેલ. ગામમાં હેલ્થ કેમ્પના આયોજના કરવા બદલ ગામના આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા સુઝલોન ફાઉન્ડેશન તેમજ સ્વ.જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
@_______________
BGBhogayata
gov.accre.journalist
jmr
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024