મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
News Jamnagar February 27, 2024
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી
*********
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં , 108 સેવા દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે આશરે 16 વર્ષની કિશોરી બેભાન અવસ્થામાં બેડી બંદર રોડ પર પડેલ હોય અને ત્યાંથી હોસ્પિટલ લાવેલ હોય પરંતુ કિશોરી ભાનમાં આવવા છતાં કશું બોલતી નથી ગભરાયેલ હોય તેથી કોઈ નામ સરનામું જણાવતા ન હોય તેથી કાઉન્સેલિંગ માટે મદદની જરૂર છે
તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ એ એશ આઇ તારાબેન ચૌહાણ પાયલોટ મહાવીર સિંહ વાઢેર સ્થળ પર પહાેચી કિશોરીને આશ્વાશન આપવામા આવેલ અને તેમનનો વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરી કિશોરીનું નામ સરનામું જાણવાની કોશિશ કરેલ પીડિતા દ્વારા ખાલી નામ જણાવેલ ને તેઓ પાંચ વાગ્યા ના ઘરેથી નીકળી ગયેલ હોય એટલું જ જણાવેલ કિશોરીને માથામાં વાગેલ હોય તેમ જ અમુક રિપોર્ટ બાકી હોય તેથી યોગ્ય સારવાર અપાવેલ તેમજ રિપોર્ટ કરાવડાવેલ ને યોગ્ય પરામર્શ કરતા જણાવેલ તેમને બે વર્ષથી ભૂત પ્રેત વળગાળ હોવાથી તેઓ અમુક ટાઈમ શું કરે છે ક્યાં જાય છે તેની યાદ હોતું નથી આજે અચાનક ઘરેથી નીકળી ગયેલ હોય તેથી કશું યાદ નથી એટલામાં હોસ્પિટલ માં કોઈ મહિલા મળેલા જે પીડીતા ને ઓળખતા હોય તેમના દ્વારા કિશોરીના પિતા નો નંબર નામ મેળવેલ ફોન દ્વારા પીડતા વિશે પિતાને જાણ કરેલ તેથી કિશોરી ના પિતાએ જણાવ્યા સ્થળ પર પહોંચી પિતા સાથે વાત કરતા જાણવા મળેલ કે
પાંચ વાગ્યા ના કિશોરી ઘરેથી નીકળી ગયેલ હોય ત્યારના બધી જગ્યા પર શોધખોળ કરેલ છે પીડિતાને ભૂત પ્રેત વળગાળ હોવાથી અમુક ટાઈમે તે શરીરમાં આવી જતા તેઓ બેભાન થઈ જાય છે તેમજ તેમને કશું યાદ હોતું નથી તેથી તેઓ ભુવા માતાજી પાસે લઈ જાય છે પરંતુ હજુ સુધી સારું થયેલ નથી પૂરી વાત સાંભળી યોગ્ય કાઉન્સેલિંગ કરેલ ને ભૂત પ્રેત વળગાળ વિશે અંધશ્રદ્ધામાંથી બહાર આવી યોગ્ય હોસ્પિટલ માં સારવાર લેવા તેમ જ રિપોર્ટ કરાવવા સમજાવેલ ને હવે પછી આમ કિશોરીને એકલા જવાના દેવા જણાવેલ પીડિતાને પણ પોતાનું ધ્યાન રાખવા ને એકલા બહાર ન જવા જણાવેલ તેથી પિતાએ જણાવેલ તેવો હવે પછી સારા હોસ્પિટલમાં સારવાર કરાવડાવશે તેમજ પીડિતાનું વધુ સાર સંભાળ રાખશે
આમ 181 અભયમ ટીમ દ્વારા 16 વર્ષની કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવેલ અને પરિવાર દ્વારા 181 અભયમ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024