મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના જાણીતા એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેર ઘાતકી હત્યા જામનગર બાર એસોસિએશન લાલઘૂમ
News Jamnagar March 13, 2024
જામનગરનાં જાણીતા વકીલની હત્યાબે ડેશ્ર્વર પાસે કોઇ છરીના જીવલેણ ઘા મારી હારૂન પલેજાને તરફડતા મુકી નાસી ગયા.
જામનગર (અકબર બક્ષી)
જામનગરનાં વધુ એક જાણીતા વકીલની હત્યા થઇ હોઇ ચકચાર મચી જવા પામીછે જેમાં આજે (બુધવાર તારીખ ૧૩ માર્ચના) બેડેશ્ર્વર પાસે કોઇ અજાણ્યા શખશો છરીના જીવલેણ ઘા મારી હારૂન પલેજાને તરફડતા મુકી નાસી ગયા
ઘટનાની જાણ થતા એસ.પી.પ્રેમસુખ ડેલુ ચુનંદા ટીમ સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા તેમજ જી.જી.હોસ્પીટલ ખાતે પણ હાજર રહ્યા હતા આ વખતે એસ પી સમક્ષ અમુક શકમદ વિષે અમુક લોકોએ ચર્ચા કરી હોવાનુ પણ સંભળાય છે જોકે દરમ્યાન જિલ્લા કક્ષાની પોલીસ ટીમ તુરંત કામે લાગી છે નાકા બંધી કરાઇ છે બેડી વિસ્તાર તેમજ દરિયા કિનારે અને વાલસૂરા તરફ તપાસ કરવા તંત્ર કામે લાગ્યુ છે
મૃતક હારૂનભાઇ સિનિયર એડવોકેટ હતા અને બહોળુ મિત્ર મંડળ ધરાવતા હતા અને સંબંધોમા માનવા વાળા હતા તેમજ કો ઓપરેટીવ હતા માટે વકીલમંડળમા ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે
આ અંગે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવાએ જણાવ્યુ હતુ કે
જામનગર વકીલ મંડળના સભ્ય શ્રી એડવોકેટ હારુનભાઈ પાલેજા સાહેબનું સરા જાહેર ઘાતકી રીતે હત્યા આજરોજ સાંજે થયેલ હોઈ.
વકીલ દરાજાની વ્યક્તિ ની સરા જાહેર હત્યા થયેલ હોય
આના વિરોધમાં આવતીકાલે તારીખ 14 3 2024 ના રોજ જામનગર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે અને કોઈપણ કેસ ચલાવવામાં આવશે નહીં અને ગુનેગારોને પકડી અને સખત સજા કરવામાં ન આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ આ લડત ચાલુ રાખશે અને વકીલ મિત્ર ના પરિવાર ને યોગ્ય ન્યાય મળે તે માટે જામનગર વકીલ મંડળ તેમની સાથે છે.
આવતીકાલે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો સવારે 10:30 કલાકે કોર્ટ કમ્પાઉન્ડમાં હાજર રહે અને આજે ઘાતકી હત્યા વકીલ ની થયેલ છે.
તેનો વિરોધ વ્યકત કરવામાં આવશે.
આ યાદી ભરત સુવા પ્રમુખ.ભરતસિંહ જાડેજા ઉપપ્રમુખ.
મનોજ ઝવેરી સેક્રેટરી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024